આનંદજી વીરજી શાહ
Appearance
આનંદજી | |
---|---|
પાર્શ્વ માહિતી | |
જન્મ નામ | આનંદજી વીરજી શાહ |
અન્ય નામો | આનંદજી |
જન્મ | કુંદરોડી, કચ્છ સ્ટેટ, બ્રિટીશ ભારત | 2 March 1933
વ્યવસાયો | સંગીત નિર્દેશક, ઓરકેસ્ટ્રા |
સક્રિય વર્ષો | ૧૯૫૪–વર્તમાન |
રેકોર્ડ લેબલ | સારેગામા એચએમવી યુનિવર્સલ મ્યુઝિક |
આનંદજી વિરજી શાહ (જન્મ: ૨ માર્ચ ૧૯૩૩) એક ભારતીય સંગીત દિગ્દર્શક છે. પોતાના ભાઈ સાથે મળીને તેમણે કલ્યાણજી આનંદજીની જોડી બનાવી અને કોરા કાગઝ માટે ૧૯૭૫માં શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર પુરસ્કાર જીત્યો. વર્ષ ૧૯૯૨માં તેમને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જીવન
[ફેરફાર કરો]આનંદજીનો જન્મ વીરજી શાહના ઘરે ૨જી માર્ચ ૧૯૩૩ના રોજ થયો હતો. તેમના પિતા કચ્છી ઉદ્યોગપતિ હતા, જેઓ કચ્છથી મુંબઈ આવીને કિરાણા (પ્રોવિઝન સ્ટોર) શરૂ કરવા ગયા હતા. અહીં બંને ભાઈઓએ એક સંગીત શિક્ષક પાસેથી સંગીત શીખવાનું શરૂ કર્યું. તેમણે તેમનાં શરૂઆતનાં મોટા ભાગનાં વર્ષો ગિરગામ (મુંબઈનો એક જિલ્લો)ના મરાઠી અને ગુજરાતી વિસ્તારોમાં આવેલાં ગામડાંઓમાં ગાળ્યાં હતાં.